Published By galaxy news
Oct. 22, 2024, 3:48 p.m.

Panchayat 4: દર્શકોની રાહનો અંત, ‘પંચાયત સિઝન 4’ ના રિલીઝને લઈને મોટું અપડેટ આવ્યું સામે, નિર્માતાઓએ કરી પુષ્ટિ

હાલમાં ઓટીટી પર સૌથી વધુ પ્રખ્યાત પંચાયત જેની સીઝન 4 ને લઈને એક મોટું અપડેટ બહાર આવ્યું છે. આ સિઝન માટે ચાહકોની રાહ હવે પૂરી થવા જઈ રહી છે.

પંચાયતને લઈને એક મોટું અપડેટ બહાર આવ્યું છે, જે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયોની સૌથી ચર્ચિત વેબ સિરીઝમાંની એક છે. આ વેબ સિરીઝની અત્યાર સુધીમાં 3 સીઝન આવી ચૂકી છે, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી છે. હવે તેની ચોથી સિઝનની રાહ પણ પૂરી થવા જઈ રહી છે. નિર્માતાઓએ પંચાયત 4 અંગે એક મોટું અપડેટ આપીને તેની પુષ્ટિ કરી છે.

પંચાયત 4 પર આવ્યું નવું અપડેટ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેબ સિરીઝ પંચાયત 4નું શૂટિંગ 25 ઓક્ટોબર, 2024થી શરૂ થશે. તેની સ્ટોરી સંપૂર્ણ રીતે લખાઈ ગઈ છે. નિર્માતાઓએ પણ આને મંજૂરી આપી દીધી છે. આ સિરીઝની ચોથી સિઝનની રાહ જોઈ રહેલા ફેન્સ માટે એક સારા સમાચાર છે.

તમને જણાવી દઈએ કે ‘પંચાયત’ની પહેલી સિઝન એપ્રિલ, 2020માં, બીજી સિઝન મે, 2022માં અને ત્રીજી સિઝન 28 મે, 2024ના રોજ રિલીઝ થઈ હતી. આવી સ્થિતિમાં, પંચાયત 4, વર્ષ 2026માં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ શકે છે.

કેવી છે પંચાયત સીરિઝની વાર્તા ?

પંચાયત વેબ સિરીઝ એ કોમેડી-ડ્રામા શ્રેણી છે જેમાં જીતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, ચંદન રોય અને ફૈઝલ મલિક જેવા પીઢ કલાકારો અભિનિત છે. તેની વાર્તા અભિષેક ત્રિપાઠી (જિતેન્દ્ર) પર છે, જે એક એન્જિનિયર છે, જેઓ નોકરીના વધુ સારા વિકલ્પોના અભાવે, ઉત્તર પ્રદેશના દૂરના ગામ ફુલેરામાં પંચાયત સચિવ તરીકે નોકરી લે છે. દિગ્દર્શક દીપક કુમાર મિશ્રાએ આ સીરિઝની ત્રણેય સિઝનનું નિર્દેશન કર્યું છે અને ચોથી સિઝનનું પણ નિર્દેશન કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked