‘હમારા કુછ લેના-દેના નહીં’… રેમો ડિસોઝાએ 11.96 કરોડની છેતરપિંડીનો આરોપ ગણાવ્યો ખોટો
11.96 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ રેમો ડિસોઝા સહિત 7 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આવી રહેલા સમાચારો વચ્ચે રેમોએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લોકોને ખોટી માહિતી ન ફેલાવવાની અપીલ કરી હતી. પરંતુ હવે રેમો અને તેની પત્નીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
ફેમસ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝેલ ડિસોઝા હાલમાં જ મોટી મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. પતિ-પત્ની સહિત 6 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, જેમાં તેમના પર 11.96 કરોડ રૂપિયાના ડાન્સ ગ્રુપની છેતરપિંડી કરવાનો આરોપ છે. જો કે રેમો અને તેની પત્નીએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કોઈ પણ આધાર વગર તેમના નામને વિવાદમાં ઘસડી રહ્યા છે.
છેતરપિંડી સાથે મારે કે લિઝલને કોઈ લેવાદેવા નથી : રેમો
21 ઓક્ટોબરના રોજ રેમો અને લીઝલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રેમોએ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે આવી કોઈ બાબતમાં સામેલ નથી. તેણે કહ્યું, “હું આ મામલાને લઈને ખૂબ જ દુઃખી છું, કારણ કે 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે મારે કે લિઝલને કોઈ લેવાદેવા નથી. રેમો ડિસોઝા એન્ટરટેઈનમેન્ટ પણ આમાં કોઈ રીતે સામેલ નથી. કોઈપણ તથ્યોની જાણ કર્યા વિના આ છેતરપિંડી સાથે અમારું નામ જોડવામાં આવી રહ્યું છે.”
Leave a Comment
Your email address will not be published. Required fields are marked