Published By galaxy news
Oct. 22, 2024, 4:23 p.m.

Womens T20 World Cup 2024 Final: ન્યુઝીલેન્ડ બન્યું ચેમ્પિયન, ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવ્યું

ન્યુઝીલેન્ડે મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 32 રનથી હરાવીને ટાઇટલ જીતી લીધુ છે. ન્યુઝીલેન્ડ આ ટાઇટલ જીતનારી ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ પછી ચોથી ટીમ બની છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

SA W vs NZ W Final: ન્યુઝીલેન્ડે મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 32 રનથી હરાવીને ટાઇટલ જીતી લીધુ છે. ન્યુઝીલેન્ડ આ ટાઇટલ જીતનારી ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ પછી ચોથી ટીમ બની છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વુમન્સ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 158 રનનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 9 વિકેટના નુકસાને 126 રન જ બનાવી શકી હતી.

ન્યુઝીલેન્ડ તરફથી એમેલિયા કેરે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. હોલીડેએ 38 રનનું યોગદાન આપ્યું હતું. સુઝી બિટ્સે 32 રનની ઝડપી ઇનિંગ રમી હતી. ખાકાએ બે વિકેટ લીધી હતી.

24 વર્ષ બાદ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

ન્યુઝીલેન્ડની મહિલા ટીમે પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ તેમની ત્રીજી વર્લ્ડ કપ ફાઈનલ હતી. તેમની ટીમે ફાઈનલ મેચ 32 રને જીતી હતી. 20 ઓક્ટોબરનો દિવસ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. તેઓએ 24 વર્ષ બાદ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ પહેલા તેની ટીમે વર્ષ 2000માં મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યો હતો.

કેવી રહી ફાઇનલ મેચ?

બંને ટીમો વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો આ મેચમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ન્યુઝીલેન્ડની મહિલા ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. આ દરમિયાન ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ન્યુઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 159 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 126 રન જ બનાવી શકી હતી. આ સાથે વિશ્વને નવી વર્લ્ડ ચેમ્પિયન ટીમ મળી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked