Top News Published By galaxy news Oct. 22, 2024, 4:32 p.m.
પ્રવાસ જતી વખતે આ 10 વાતનું ધ્યાન રાખો, યાદગાર રહેશે યાત્રા
પ્રવાસ પર જવાની પહેલા અને તે દરમિયાન અમુક બાબતોનું ધ્યાન રાખવાથી ટ્રીપ યાદગાર બને છે. અહીં દેશ હોય કે વિદેશ પ્રવાસ માટે 10 ટીપ્સ આપવામાં આવી છે, જે તમારી ટ્રીપને યાદગાર અને મજેદાર બનાવશે.
Travel Tour Guide Tips: પ્રવાસ અને ફરવા જતી વખતે ખાસ તૈયારીઓ કરવી પડે છે. અગાઉથી તૈયારીઓ કરવાથી ફરવા જવાના અણીના સમયે કે પ્રવાસ દરમિયાન મુશ્કેલી પડતી નથી. તેમ છતાં કંઇક ને કંઇક રહી જાય છે, જેના લીધે પ્રવાસનો ભરપૂર આનંદ માણી શકાતો નથી. અહીં દેશમાં કે વિદેશ પ્રવાસ અને બહાર ગામ ફરવા જવા સંબંધિત 10 ટીપ્સ આપવામાં આવી છે. આ બાબતો ધ્યાનમાં રાખવાથી પ્રવાસ યાદગાર બની રહે છે.
(1) પ્રવાસની શરૂઆત કેવી રીતે કરવી
પ્રવાસની શરૂઆત ફરવા જવાનું સ્થળ નક્કી કરવા સાથે થાય છે. રિસર્ચ કર્યા બાદ એવી જગ્યા પ્રસંદ કરો જ્યાં તમને ફરવાની મજા આવે. આ માટે લોકો પાસેથી સલાહ સૂચન લેવાના બદલે તમારી પસંદ નાપસંદ જાણી પ્રવાસ સ્થળ પસંદ કરો.
(2) પ્રવાસ માટે એડવાન્સ ટિકિટ બુકિંગ કરો
પ્રવાસમાં સૌથી વધુ ખર્ચ ટ્રાવેલ પાછળ થાય છે. તમે તમારા પ્રવાસ સ્થળ, બજેટ અને પ્રવાસના દિવસ અનુસાર ટ્રાન્સપોર્ટેશનની પસંદગી કરી શકો છો. હાલ બસ, ટ્રેન, પર્સનલ કાર કે વિમાન સેવા બધી જગ્યાએ ઉપલબ્ધ છે. આથી દેશ હોય કે વિદેશ ફરવા જવાની પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવી લો, જેથી છેલ્લી ઘડીએ મુશ્કેલી પડે નહીં.
(3) પ્રવાસ માટે પેકિંગ કેવી રીતે કરવું?
પ્રવાસ માટે પેકિંગ સમજી વિચારી કરવું જોઇએ. તમે જે સ્થળે ફરવા જઇ રહ્યા છો ત્યાંનું હવામાન, તાપમાન મુજબ કપડા અને ફુટવેરની પસંદગી કરો.
(4) હોટેલ બુકિંગ ક્યારે કરવું?
પ્રવાસ આરામદાયક રહે તેની માટે ઘરેથી નીકળતા પહેલા હોટેલ બુકિંગ કરવું જોઇએ. આમ કરવાથી હોટેલ શોધવામાં સમય વેડફાતો નથી. તમે વ્હીકલમાંથી ઉતરી સીધા હોટેલ પહોંચી, ફ્રેશ થયા બાદ આરામથી ફરવા જઇ શકો છો.
(5) હોટેલ બુકિંગ કેવી રીતે કરવું?
આજકાલ હોટેલ બુકિંગ કરવું સરળ છે. જો તમે કોઇ શહેર કે દેશમાં પહેલીવાર જઇ રહ્યા છો પણ ત્યાં કોઇ સ્થાનિક વ્યક્તિને ઓળખે છો તો તેને હોટેલ બુકિંગ માટે કહી શકો છો. તમે ઓનલાઇન હોટેલ બુકિંગ પણ કરાવી શકો છો. વિવિધ વેબસાઇટ પર હોટેલના રૂમ ચાર્જ અને કસ્ટમર રિવ્યૂ વાંચ્યા બાદ તમારા બેજટ અને અવરજવરમાં સાનુકુળતા રહે તેવા વિસ્તારમાં હોટેલ બુક કરવી જોઇએ. કોઇ સુનસાન સ્થળ વાળી હોટેલ બુક કરવાનું ટાળવું જોઇએ.
(6) બહાર ખાવા પીવામાં ધ્યાન રાખો
પ્રવાસ કે ફરવા જતી વખતે ફુડનું બહુ ધ્યાન રાખવું જોઇએ. સૌથી પહેલા નવી જગ્યાના હવા પાણી તમને સેટ થાય છે કે નહીં તે જાણો. બને જ્યાં સુધી સરળતાથી પચી જાય અને શરીરને એનર્જી મળે તેવું ભોજન જમવું જોઇએ. બહાર ગમે તે જગ્યાનું ખાવાનું ટાળો. અજાણ્યા એ આપેલી ચીજ ખાવી નહીં.
(7) પ્રવાસ પર કઇ ચીજવસ્તુઓ સાથે લઇ જવી
દેશ હોય કે વિદેશ પ્રવાસ જતી વખતે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ જેવા ડોક્યુમેન્ટ સાથે લઇ જવા. આ ડોક્યુમેન્ટ હોટેલ બુકિંગ સહિત ઘણા સ્થળે ઉપયોગી થશે.
(8) દવા સાથે લઇ જવી
જો તમને કોઇ બીમારી છે, કોઇ ચીજની એલર્જી છે અથવા તો કોઇ ટ્રીટમેન્ટ ચાલી રહી છે તો તે સંબંધિત દવા સાથે લઇ જવી. ઘણા લોકોને બસમાં ઉલટી થવી, માથાનો દુખાવો થવો જેવી સમસ્યા થતી હોય છે. આથી ફરવા જતી વખતે આવી બીમારીની દવાઓ સાથે લઇ જવી જોઇએ.
પ્રવાસ કે ફરવા જાવ ત્યારે બહુ સાવધાની રાખવી જોઇએ. ફરવા જતી વખતે સોના ચાંદીના દાગીના પહેરવાનું ટાળો. જો તમે કોઇ ભીડવાળા સ્થળે ફરવા જઇ રહ્યા છે તો દાગીના, મોંઘી ઘડિયાળ, વધારે પૈસા સાથે લઇ જવાનું ટાળો. પાકિટમાં જરૂર હોય તેટલા જ પૈસા લઇ જવા જોઇએ.
તમે કોઇ સ્થળે ફરવા જઇ રહ્યા છો તો તમારી પાસે પોલીસ, એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી સર્વિસ નંબર મેળવી લેવા. જો તમારી સાથે ડ્રાઇવર છે તો તેનો મોબાઇલ નંબર પણ હોવો જોઇએ. હોટલના નંબર પણ મેળવી લેવો જોઇએ.
Share with :
Leave a Comment
Your email address will not be published. Required fields are marked
Leave a Comment
Your email address will not be published. Required fields are marked