Published By galaxy news
Oct. 22, 2024, 4:40 p.m.

વજન ઘટાડવા માટે દહીનું સેવન આ ચીજ સાથે કરવાથી થશે વધુ લાભ

દહીં પાચનતંત્રને સારું રાખવામાં મદદરૂપ છે. દહીંમાં રહેલા પ્રોબાયોટીક્સ મેટાબોલિઝમને મજબૂત રાખવામાં મદદ કરે છે અહીં જાણો દહીંના વધુ ફાયદા મેળવવા આ ચીજો સાથે સેવન કરો.

 

લોકોએ તમને વજન ઘટાડવા (Weight Loss) ની ઘણી રીતો અને ટિપ્સ જણાવી હશે, પરંતુ તે ઉપાયો અજમાવવા છતાં પણ જો તમારા વજનમાં કોઈ ફરક નથી પડતો તો તમારા ડાયટ (Diet) માં દહીંને અવશ્ય સામેલ કરો. દહીં (Curd) દૂધમાંથી બનાવવામાં આવે છે, અને તેના ઘણા સ્વાસ્થ્ય ફાયદા માટે જાણીતું છે,

મજબૂત મેટાબોલિઝમ

દહીં પાચનતંત્રને સારું રાખવામાં મદદરૂપ છે. દહીંમાં રહેલા પ્રોબાયોટીક્સ મેટાબોલિઝમને મજબૂત રાખવામાં મદદ કરે છે અને જો મેટાબોલિઝમ સારું હોય તો વજન ઓછું કરવામાં સરળતા રહે છે. કારણ કે બહેતર ચયાપચયને કારણે શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી.

 

આ પણ વાંચો: મેગ્નેશિયમ ઉણપથી શરીરમાં ઘણી સમસ્યા થાય, આ ખોરાક મેગ્નેશિયમનો સારો સ્ત્રોત

વેઇટ લોસ માટે દહીંનું સેવન (Curd For Weight Loss)

સાદું દહીં

સવારના નાસ્તામાં, લંચ અથવા ડિનર સાથે લગભગ એક વાટકી દહીં ખાવાથી તમારી પાચનતંત્ર મજબૂત રહે છે, અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

દહીં ભાત

દહીંને ભાત સાથે પણ ખાઈ શકાય છે. જો તમને દહીં ખાવાનું પસંદ ન હોય તો તમે તેને ભાત સાથે ખાઈ શકો છો. તે સ્વાદિષ્ટ પણ છે અને પેટ માટે હલકો અને પૌષ્ટિક ખોરાક છે. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે, તમે દહીંમાં રાઈ, મીઠા લીમડાના પાન, હિંગ અને મરચા પાઉડર ઉમેરી વઘારી તેનું સેવન કરી શકો છો.

ઓટ્સ સાથે દહી

તમે સવારના નાસ્તામાં ઓટ્સ સાથે દહીં મિક્સ કરીને પણ ખાઈ શકો છો, તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સવારનો નાસ્તો પષક્તત્વોથી ભરપૂર હોય છે.

આ પણ વાંચો: માત્ર 30 મિનિટ મોર્નિંગ વોકના ફાયદા ઘણા, દિવસભર રહેશે તાજગી

દહીમાં કાળા મરી મિક્ષ કરો

કાળા મરીના પાવડરને દહીંમાં ભેળવીને ખાવાથી વજન ઓછું થાય છે. તેમજ જો તમે શિયાળામાં દહીં અને કાળા મરીનું સેવન કરો છો, તો કાળા મરીની ગરમ પ્રકૃતિ શરીરને ગરમ રાખવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

શું નાસ્તામાં દહીં અને ઓટ્સનું સેવન કરવું ફાયદાકારક છે?

દહીં અને ઓટ્સનું મિશ્રણ એક પૌષ્ટિક નાસ્તો છે, જે દિવસની શરૂઆત કરવા માટે પુષ્કળ ઊર્જા અને પોષણ પ્રદાન કરે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked