Published By galaxy news
Oct. 22, 2024, 4:40 p.m.

બદામ કે પમ્પકીન સીડ સવારે ક્યા ડ્રાયફુટનું સેવન વધુ ફાયદાકારક, જાણો

બદામ અને પમ્પકીન સીડ બંને સુપરફુડ્સ પોષક તત્વોથી ભરૂપર ડ્રાયફુટ્સ છે. પરંતુ સવાલ એ છે કે બંને માંથી ક્યા સુપરફૂટ્સનું સેવન હેલ્થ માટે વધુ ફાયદાકારક છે. જાણો

Almonds Or Pumpkin Seed Which Is Best SuperFood : દિવસની શરૂઆત પોષક તત્વોથી ભરપૂર હેલ્ધી ફૂડના સેવનથી કરવી જોઇએ, તેનાથી શરીરને ઊર્જા મળે છે, ભૂખ કાબૂમાં રહે છે અને સવારની સુસ્તી અને થાક પણ દૂર થાય છે. હેલ્ધી ફૂડનું નામ આવતા જ લોકોના મગજમાં સૌથી પહેલું નામ બદામ આવે છે, જેનું સેવન લોકો મોટાભાગે ખાલી પેટ કરતા હોય છે. જો કે, બીજા ઘણા સુપર ફૂડ્સ છે જે લોકો સવારે ખાલી પેટે ખાઈ શકે છે. જો સુપરફૂડ્સની વાત કરો તો કોળાના બીજ એટલે કે પમ્પકીન સીડ પણ બેસ્ટ સુપર ફૂડ માનવામાં આવે છે, જેમાં શરીર માટે જરૂરી તમામ પોષક તત્વો હોય છે.

બદામ અને પમ્પકીન સીડ બંને સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બંને માંથી કયું શરીર માટે વધુ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ છે? જો કે, પમ્પકીન સીડ અને બદામ બંને પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે બંને માંથી ક્યા સુપરફૂટ્સનું સેવન હેલ્થ માટે વધુ ફાયદાકારક છે.

 

પમ્પકીન સીડના પોષક તત્વો

28 ગ્રામ પમ્પકીન સીડના પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં

  • કેલરી – 151
  • પ્રોટીન – 7 ગ્રામ
  • ફેટ – 13 ગ્રામ (જેમાંથી 6 ગ્રામ ઓમેગા-6 ફેટી એસિડ)
  • કાર્બોહાઇડ્રેટ્સ – 5 ગ્રામ
  • ફાઇબર – 1.7 ગ્રામ
  • મેગ્નેશિયમ – 37 ટકા
  • ઝીંક – 14 ટકા
  • આયર્ન – 23 ટકા
  • કોપર – 19 ટકા
  • મેંગેનીઝ – 42 ટકા

દરરોજ પમ્પકીન સીડ નું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે અને હૃદયની તંદુરસ્તી સારી રહે છે. કોળાના બીજમાં કેરોટીનોયડ અે વિટામિન ઇ સહિત એન્ટિઓક્સિડન્ટ્સનું એક પાવરહાઉસ હોય છે, જે કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે. તે ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે પમ્પકીન સીડના સેવનથી સૌમ્ય પ્રોસ્ટેટિક હાયપરપ્લાસિયાનું જોખમ ઓછું થાય છે જે વધેલા પ્રોસ્ટેટનું કારણ બને છે. આ બીજનું સેવન કરવાથી ઉંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓથી બચી શકાય છે. મેગ્નેશિયમથી સમૃદ્ધ કોળાના બીજ હાડકાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને ઓસ્ટિઓપોરોસિસનું જોખમ ઘટાડે છે.

બદામ ખાવાના ફાયદા

બદામ ખાવાના ફાયદા વિટામિન ઇથી સમૃદ્ધ બદામ ત્વચાને પોષણ આપે છે અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે. વિટામિન ઇ વાળને સ્વસ્થ રાખે છે. બદામમાં ભરપૂર માત્રામાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે હૃદય માટે હેલ્ધી ગણાય છે. તે એલડીએલ કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે છે અને HDL કોલેસ્ટ્રોલ વધારે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે.

almonds | badam | health news | badam benefits | Fake almonds | asli badam | real almonds | adulteraded almonds | How to identify Fake almonds | Fake almonds identify tips | How to Check adulteration almonds | almonds price | badam price
Almonds Health Benefits: બદામ વિવિધ પોષક તત્વોથી ભરપૂર સુપરફુડ કહેવાય છે. (Photo: Freepik)

બદામમાં વિટામિન ઇ પણ હોય છે જે કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. બદામમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તેમાં ફાઇબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ પણ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ સુગર લેવલ સામાન્ય રાખે છે. ભોજન સાથે બદામ ખાવાથી ગ્લુકોઝનું શોષણ ધીમું થઈ શકે છે, જેથી ટાઇપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. સવારના નાસ્તામાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.

સવારે પમ્પકીન સીડ નું સેવન કરવું કે બદામ

જો તમે હૃદયની સારી તંદુરસ્તી, સારી ઉંઘ, હાડકા અને પ્રોસ્ટેટ આરોગ્યને સુધારવા માંગતા હો, તો તમારે પમ્પકીન સીડનું સેવન કરવું જોઈએ. કોળાના બીજનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઇએ, તેના વધુ પડતા સેવનથી પેટમાં સોજો આવી શકે છે.

આ પણ વાંચો | બજારમાં વેચાય છે નકલી બદામ, કેવી રીતે ઓળખવી? આ સરળ રીતે ચકાસો

જો તમારે ડાયાબિટીસ કંટ્રોલ કરવો હોય, હૃદયની બીમારીઓથી બચવું હોય, વજન ઘટાડવું હોય, સ્કિન અને વાળને હેલ્ધી રાખવા હોય તો બદામનું સેવન કરવું જોઈએ. જો કે બંને સુપરફૂડ છે, જેમાંથી મોટા ભાગનાના ફાયદા સમાન છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked