Published By Kinjal Patel
Oct. 22, 2024, 3 p.m.

હેલ્મેટ પહેરવું તો જરૂરી છે, પણ કોને! ગુજરાતની બધી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઈવ, જાણો કેમેરામાં કેદ થયેલી વાસ્તવિકતા

ગાંધીનગર સચિવાલય ગેટ બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.. જેમાં અનેક હેલ્મેટ વગરના કર્મચારીઓ દંડાયા હતા. ઓફિસ અવર્સમાં પોલીસ દ્વારા સચિવાલયના ગેટની બહાર કાર્યવાહી કરવામાં આવતાં ઘણા-ખરા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગરના મળી આવ્યા.

ઝી બ્યુરો/ગાંધીનગર: સરકાર નિયમો બનાવે છે અને એ નિયમોનું પાલન કરવું આપણી ફરજ છે. ફરજ કરતાં પણ વધારે એ નિયમો આપણી સુરક્ષા માટે છે. ગુજરાત હાઈકોર્ટે બાઈક પર હેલ્મેટ પહેરવાના કાયદાના કડક બનાવવા માટે રાજ્ય સરકારને ટકોર કરી. રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર કર્યો. જોકે, ચિંતાની વાત એ છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ જ સરકારના આદેશને ઘોળીને પી ગયા. ન તો કર્મચારીઓને હેલ્મેટ પહેરવામાં રસ છે કે ન તો સરકારના પરિપત્રની કોઈ પરવાહ છે. જુઓ ZEE 24 કલાકના કેમેરામાં કેદ થયેલી વરવી વાસ્તવિકતા.

હેલ્મેટ ના પહેરવાના વિવિધ પ્રકારના બહાના બતાવતા આ લોકો સામાન્ય જનતા નથી. આ તમામ લોકો સરકારી કર્મચારીઓ છે. જેમના માટે રાજ્ય સરકારે વિશેષ પરિપત્ર કર્યો છે. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા હેલ્મેટનાં કાયદાનો કડક અમલ કરાવવા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 19 ઓક્ટોબર, 2024ના રોજ પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાયદાનો 20 ઓક્ટોબર જ અમલ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતભરની સરકારી કચેરીમાં પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ રહી છે.

  • હેલ્મેટ પહેરવું જરૂરી છે!
  • ગુજરાતભરની બધી સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઈવ
  • સચિવાલય ગેટ બહાર પોલીસનું સઘન ચેકિંગ
  • હેલ્મેટ વગરના કર્મચારીઓ 500 રૂપિયાથી દંડાયા
  • તમામ મનપા કચેરી ખાતે પોલીસે હાથ ધર્યું ચેકિંગ
  • હેલ્મેટ ન પહેરવા પર કર્મચારીઓના વિવિધ બહાના

ગાંધીનગર સચિવાલય ગેટ બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.. જેમાં અનેક હેલ્મેટ વગરના કર્મચારીઓ દંડાયા હતા.. ઓફિસ અવર્સમાં પોલીસ દ્વારા સચિવાલયના ગેટની બહાર કાર્યવાહી કરવામાં આવતાં ઘણા-ખરા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગરના મળી આવ્યા હતાં.. જેઓની સામે નિયમ મુજબ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં ક્યાંક વિવાદના દ્રશ્યો પણ સર્જાયા. સચિવાલય ખાતે સરકારી અધિકારીઓએ જ પોલીસ પર ભેદભાવની નીતિનો આરોપ લગાવ્યો.. 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked