Published By galaxy news
Oct. 22, 2024, 4:36 p.m.

Health Tips: શું ડહાપણ દાઢ કઢાવવી યોગ્ય છે? જાણો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી

Health Tips Of Wisdom Teeth: ડાહપણ દાઢ કેટલી હોય છે, દાઢ કઢાવી નાખવી જોઈએ કે નહીં? આવા ઘણા પ્રશ્નોના જવાબ તમને અહીં મળશે

Health Tips Of Wisdom Teeth: ડહાપણની દાઢ એ આપણા મોંમાં આવતો છેલ્લો દાંત છે. દરેક વ્યક્તિના મોઢામાં 4 ડહાપણ દાઢ હોય છે. આમાંથી બે મોઢાના ઉપરના ભાગમાં અને બે મોઢાના નીચેના ભાગમાં હોય છે. જો કે, ખૂબ ઓછા લોકો પાસે 4 ડહાપણની દાઢ હોય છે. આ સિવાય મોટાભાગના લોકોમાં માત્ર એક, બે કે ત્રણ જ ડહાપણની દાઢ હોય છે. સાથે જ જો ઉંમરની વાત કરીએ તો મોટાભાગના લોકોને 18થી 25 વર્ષની ઉંમરમાં જ ડહાપણ દાઢ આવી જાય છે.

હવે, તમે ઘણા લોકોને ડહાપણ દાઢ કઢાવતા જોયા હશે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આવું કરવું યોગ્ય છે? શું ડહાપણ દાઢ હોવી જરૂરી છે? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. અહીં અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. ચાલો આ વિશે વિગતવાર સમજીએ-

 

ડહાપણ દાઢ કઢાવી નાખી કેટલી યોગ્ય છે?

તમને જણાવી દઇયે કે, દરેકે ડહાપણ દાઢ કઢાવી નાંખવાની જરૂર નથી. કેટલાક લોકોમાં ડહાપણ દાઢ કોઈ પણ જાતની તકલીફ વગર આવી જાય છે અને બાકીના દાંતની જેમ જડબામાં ફીટ થઇ જાય છે. તો ઘણા લોકો એ ડહાપણ દાઢ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

હકીકતમાં, ડહાપણ દાઢ આવે તે પહેલાં આપણા બધા દાંત આવી ગયા હોય છે, આ રીતે આપણા જડબાનો આકાર પણ બની જાય છે. આને કારણે મોટા ભાગના કિસ્સાઓમાં ડહાપણ દાઢ યોગ્ય રીતે કે અડધી અને વાંકીચૂંકી બહાર આવી શકતી નથી. આ સ્થિતિમાં સમસ્યા વધી જાય છે.

વાંકાચૂંકા થવા પર ડાહપણ દાઢ અને તેની આસપાસના દાંતમાં ખાવાનું ફસાવા લાગે છે, જેના કારણે પોલાણનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત ઘણા લોકોમાં ડહાપણ દાઢને કારણે પેઢામાં દુખાવો અને સોજો આવી જાય છે અથવા પેઢામાં ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આ સ્થિતિમાં ડહાપણ દાઢ દૂર કરવી જરૂરી બની જાય છે.

જો તમને ડહાપણ દાઢથી કોઈ તકલીફ ન થતી હોય અને દાંત સંપૂર્ણપણે બહાર આવી ગયો હતો તો તેને કાઢવાનું ટાળવું જોઇએ.

ડહાપણ દાઢ નીકાળવાથી કોઇ સમસ્યા થઇ શકે છે?

મોટાભાગના કિસ્સાઓમાં, ડહાપણ દાઢ કાઢવામાં કોઈ નુકસાન નથી. જો કે, દાઢ કાઢ્યા બાદ વ્યક્તિને 2 થી 3 દિવસ સુધી થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેમ કે મોંમાં સોજો આવવો, દુખાવો થવો, ખાવા-પીવામાં તકલીફ થવી, લોહી નીકળવું વગેરે.

ડહાપણ દાઢ કાઢ્યા બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

  • જો દાઢ કાઢ્યા બાદ 4 – 5 દિવસ પછી પણ તમને વધુ દુખાવો થઈ રહ્યો હોય કે પછી સોજા અને શ્વાસની દુર્ગંધની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો આ સ્થિતિમાં નિષ્ણાતોની સલાહ લો. આવું ઘાને ચેપ લાગવાને કારણે હોઈ શકે છે.
  • આ ઉપરાંત ડહાપણ દાઢ કાઢ્યા બાદ વર્ષમાં એક વાર એક્સ-રે કરાવવો જ જોઈએ. આ સાથે કોઇ પણ પ્રકારના ઘા કે ઇન્ફેક્શનની ખબર પડી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked