Published By galaxy news
Oct. 22, 2024, 4:27 p.m.

ભારત વિ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ: ઋષભ પંતે એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો, ચેલો ગુરુ કરતા આગળ નીકળ્યો

 ઋષભ પંતને ઘૂંટણમાં ઈજા હોવા છતાં શાનદાર રમત બતાવી હતી. પંતે 105 બોલમાં 9 ફોર 5 સિક્સર સાથે 99 રન બનાવ્યા હતા

IND vs NZ 1st Test : બેંગલુરું ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં સરફરાઝ ખાન અને ઋષભ પંતે મળીને ભારતીય ટીમની બાજી સંભાળી હતી. સરફરાઝ ખાને 150 રન બનાવ્યા હતા, જે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી હતી. જ્યારે પંતને ઘૂંટણમાં ઈજા હોવા છતાં સરફરાઝનો સંપૂર્ણ સાથ નિભાવતો હતો અને 99 રન ફટકાર્યા હતા. તેણે પોતાની અડધી સદીની ઈનિંગના આધારે એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે.

ઋષભ પંત ધોનીથી આગળ નીકળ્યો

ઋષભ પંતે પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 105 બોલમાં 9 ફોર 5 સિક્સર સાથે 99 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગના આધારે ઋષભ પંતે ટેસ્ટ ફોર્મેટમાં 2500 રનના આંકડાને વટાવી લીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી ઓછી ઈનિંગમાં 2500 રન પૂરા કરનાર વિકેટકીપર બની ગયો છે. પંતે 62 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે જ્યારે એમએસ ધોનીએ 69 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2500 રન બનાવનાર ભારતીય વિકેટકીપર

  • ઋષભ પંત – 62 ઇનિંગ્સ
  • ધોની – 69 ઇનિંગ્સ
  • ફારૂખ એન્જિનિયર – 82 ઈનિંગ્સ

આ પણ વાંચો – પીસીબીએ BCCIને પાકિસ્તાનમાં મેચ રમવા પર આપ્યો નવો પ્રસ્તાવ, શું હવે ભારત પાકિસ્તાન જશે?

પંત ટેસ્ટમાં 2500 રન બનાવનાર ભારતનો ચોથો વિકેટકીપર બન્યો

ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં 2500 રન બનાવનારો ઋષભ પંત ચોથો વિકેટકીપર બન્યો છે. પંત પહેલા ધોની, સૈયદ કિરમાણી અને ફારુખ એન્જિનિયરે આ સિદ્ધિ મેળવી હતી. ધોની વિકેટકીપર તરીકે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ 4874 રન બનાવનાર બેટ્સમેન છે.

ભારતીય વિકેટકીપર દ્વારા સૌથી વધુ ટેસ્ટ રન

  • 4876 રન – એમએસ ધોની
  • 2759 રન – સૈયદ કિરમાણી
  • 2611 રન – ફારુખ એન્જિનિયર
  • 2500 રન – ઋષભ પંત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked