આઈપીએલ 2025 : એમએસ ધોનીના રિટેન્શનને લઇને CSK ના સીઇઓ કાશી વિશ્વનાથને આપી તાજા અપડેટ, ચોંકાવનાર છે ન્યૂઝ
: આઇપીએલ 2025ની મેગા હરાજી પહેલા દરેક ફ્રેન્ચાઇઝીએ 31 ઓક્ટોબર સુધીમાં રિટેન કરેલા ખેલાડીઓની યાદી બીસીસીઆઇને આપવી પડશે
IPL 2025, આઈપીએલ હરાજી 2025 : આઇપીએલ 2025ની મેગા હરાજી પહેલા આઇપીએલની દરેક ફ્રેન્ચાઇઝીએ 31 ઓક્ટોબર સુધીમાં રિટેન કરેલા ખેલાડીઓની યાદી બીસીસીઆઇને આપવાની હોય છે. હવે ક્રિકેટ ચાહકો રિટેન્શન લિસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને દરેકની નજર પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ પર ટકેલી છે.
સીએસકે એમએસ ધોનીને રિટેન કરશે કે નહીં તે જાણવા માટે દરેક પ્રશંસક બેતાબ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સીએસકે ફ્રેન્ચાઇઝીને એ પણ ખબર નથી કે ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં. ટીમના સીઈઓ કાશી વિશ્વનાથને જે વાતો કહી છે તે ચોંકાવનારી છે.
ધોનીએ આગામી સિઝનમાં રમવાને લઇને જણાવ્યું નથી
સીએસકે આઈપીએલ 2025 માટે એમએસ ધોનીને જાળવી રાખશે કે કેમ તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આ અંગે કંઈપણ પુષ્ટિ થઈ નથી. હાલમાં જ સીએસકેના સીઈઓ કાશી વિશ્વનાથને હરાજી પહેલા એમએસ ધોનીની રિટેન્શન સ્ટેટસ વિશે વાત કરી હતી. કાશી વિશ્વનાથને સ્પોર્ટ્સ વિકટનને જણાવ્યું હતું કે અમે પણ ઇચ્છીએ છીએ કે ધોની સીએસકેની ટીમમાં રમે. પરંતુ ધોનીએ હજી સુધી અમને તેની પુષ્ટિ કરી નથી. ધોનીએ કહ્યું છે કે હું તમને 31 ઓક્ટોબર પહેલાં જણાવીશ અને અમને અપેક્ષા છે કે તે રમશે.
આ પણ વાંચો – ઋષભ પંતે એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો, ચેલો ગુરુ કરતા આગળ નીકળ્યો
આઈપીએલ 2025 માટે પ્લેયર રિટેન્શનના જે નવા નિયમો સામે આવ્યા છે તે પ્રમાણે ફ્રેન્ચાઇઝી તે ખેલાડીને રિટેન કરી શકે છે જેમને આંતરરાષ્ટ્રીય મેચ રમ્યાને 5 વર્ષ થઇ ગયા છે એટલે કે જે ખેલાડી છેલ્લા 5 વર્ષથી ભારત માટે રમ્યા નથી. ફ્રેન્ચાઈઝીઓ હવે પૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને 4 કરોડ રૂપિયાની અનકેપ્ડ બેઝ પ્રાઈઝ પર રિટેન કરી શકે છે.
ધોની રમશે કે નહીં તેને લઇને હજુ સસ્પેન્સ
આ નિયમ બાદ સીએસકે એમએસ ધોનીને 4 કરોડ રૂપિયામાં રિટેન કરી શકે છે, પરંતુ આ માટે સૌથી મહત્વની વાત એ છે કે ધોની રમવા માટે રાજી થાય છે જે તેણે હજુ આ માટે તૈયાર થયો નથી. તમને જણાવી દઈએ કે આઈપીએલ 2025 માટે નવેમ્બરમાં રિયાદમાં મેગા હરાજીનું આયોજન થઈ શકે છે.
Leave a Comment
Your email address will not be published. Required fields are marked