હોકી ભારતની રાષ્ટ્રીય રમત નથી, જાણો કેન્દ્ર સરકારે કેમ સ્પષ્ટતા કરી
હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે એવું માનવામાં આવે છે, જે ભૂલ ભરેલું છે. ભારતે હોકી રમતમાં ઓલિમ્પિકમાં 13 મેડલ જીત્યા છે, જેમા 8 ગોલ્ડ, 1સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
India National Sports: હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે એવું આપણને શાળામાં શિખવવામાં આવ્યું છે. જો કે તમને જાણીને આંચકો લાગશે કે, આ વાત તદ્દન ખોટી છે. હોકી ભારતની નેશનલ ગેમ નથી. આ બાબતે કેન્દ્ર સરકાર સ્પષ્ટતા કરી ચૂકી છે. તો ભારતની રાષ્ટ્રીય રમત કઇ છે ચાલો જાણીયે
ભારતમાં લોકોને ઘણી વખત બાળપણમાં જ કહેવામાં આવે છે કે દેશનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, રાષ્ટ્રીય પક્ષી કમળ છે અને રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે. આ સાથે જ તમે ઘણી વખત લોકો હોકીને દેશની રાષ્ટ્રીય રમત કહેતા સાંભળ્યા હશે. સાથે જ કબડ્ડીને નેશનલ ગેમ પણ કહેવામાં આવે છે. તો લોકપ્રિયતાના કારણે ક્રિકેટને રાષ્ટ્રીય રમત પણ કહેવામાં આવે છે. જો કે, આમાંથી કોઈ પણ ભારતની રાષ્ટ્રીય રમત નથી.
ભારત પાસે કોઈ રાષ્ટ્રીય રમત નથી
જે રીતે ભારતમાં રાષ્ટ્ર ફૂલ, રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને સત્તાવાર રીતે પસંદ કરવામાં આવ્યા છે, તેવી જ રીતે ભારત સરકાર દ્વારા કોઈ પણ રમતને રાષ્ટ્રીય રમતનો દરજ્જો આપવામાં આવ્યો નથી. ભારત પાસે રાષ્ટ્રીય રમત નથી. હોકીને રાષ્ટ્રીય રમત કહેવામાં આવે છે તેના કેટલાક કારણો છે. જો કે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, ભારત પાસે કોઈ રાષ્ટ્રીય રમત નથી.
હોકીને રાષ્ટ્રીય રમત કેમ માનવામાં આવતી હતી?
ભારતને 1947માં આઝાદી મળી હતી. આઝાદી પહેલા અને પછી પણ હોકી જ એકમાત્ર એવી રમત હતી કે જ્યાં ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા હાંસલ કરી હતી. ભારતે બેક ટુ બેક મેડલ જીત્યા હતા. આ જ કારણ છે કે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોવા છતાં તે સમયે હોકીને ભારતના રાષ્ટ્રીય માનવામાં આવતી હતી.
ભારત સરકારે RTI માં આપ્યો જવાબ
2020માં, મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના એક શાળાના શિક્ષક મયુરેશ અગ્રવાલે દેશની રાષ્ટ્રીય રમત વિશે આરટીઆઈ દાખલ કરી હતી. આરટીઆઈના જવાબમાં સરકારે કહ્યું કે, દેશની કોઈ રાષ્ટ્રીય રમત નથી. “ભારત સરકારે કોઈ પણ રમત / ખેલ ને રાષ્ટ્રીય રમતનો દરજ્જો આપ્યો નથી. સરકાર તમામ રમતોના ઉત્થાન માટે કામ કરવા માંગે છે અને તેથી જ તેણે કોઈ એક રમતને આ દરજ્જો આપ્યો નથી.
હોકી ક્યા દેશની રાષ્ટ્રીય રમત છે?
હોકી વિશ્વમાં ઘણી લોકપ્રિય છે. જો કે, માત્ર બે જ દેશો એવા છે જ્યાં હોકી રાષ્ટ્રીય રમત છે. આઇસ હોકીને કેનેડામાં રાષ્ટ્રીય રમતનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ હોકીને રાષ્ટ્રીય રમત ગણવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાને પણ આ રમતમાં ઘણી સફળતા મેળવી છે. ટીમે ઓલિમ્પિક ગેમ્સમાં ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ સાથે જ બાર ચાર વર્લ્ડ કપનો ખિતાબ પણ જીતી ચૂક્યો છે.
Leave a Comment
Your email address will not be published. Required fields are marked