Published By None
Oct. 22, 2024, 2:57 p.m.

દિવાળીમાં સાફ-સફાઇ કરાવવા માણસો બોલાવતા પહેલા થઈ જજો સાવધાન! આ ગેંગ થઈ છે સક્રિય

દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે લોકો પોતાના ઘર તેમજ ઓફિસમાં સાફ સફાઇ કરતા હોય છે જયારે હવેમાં સમયમાં કેટલાક લોકો બહારથી માણસો બોલાવી સાફ સફાઈનું કામ કરાવતા હોય છે અને તેમના માટે ખાસ અગત્યના સમાચાર છે..

ગૌરવ દવે/રાજકોટ: દિવાળીમાં સાફ-સફાઇ કરાવવા માણસો બોલાવતા પહેલા થઈ જજો સાવધાન. રાજકોટ પોલીસે ઘરમાં સફાઈ કરવા આવી રૂપિયાની ચોરી કરતી રાજસ્થાની ગેંગના 5 શખ્સોની ધરપકડ કરી 31 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જુઓ કોણ છે આ શખ્સો અને કેવી છે મોડેસ ઓપરેન્ડી.

દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે લોકો પોતાના ઘર તેમજ ઓફિસમાં સાફ સફાઇ કરતા હોય છે જયારે હવેમાં સમયમાં કેટલાક લોકો બહારથી માણસો બોલાવી સાફ સફાઈનું કામ કરાવતા હોય છે અને તેમના માટે ખાસ અગત્યના સમાચાર છે કારણ કે, રાજકોટ તાલુકા પોલીસ ટીમે એક એવી ગેંગની ધરપકડ કરી છે કે જે પહેલા ઘરસાફ કરવા બહાને કામ મેળવે છે અને પછી ઘર માલિક ની નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરે છે આ શખ્સોએ છેલ્લા એક મહિનામાં ચાર જેટલા ઘરને નિશાન બનાવી 34 લાખથી વધુની ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી કુલ 31 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં પોષ વિસ્તારની અંદર ઘર સફાઈ કરવા માટે આવતા શખ્સો ચોરીને અંજામ આપતા હોવાની ફ્રિયા મળી હતી જે બાદ અલગ અલગ સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ એનાલિસિસ કરી આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા હતા. આ ચોક્કસ મોડેસ ઓપરેન્ડી થી રાજસ્થાની ગેંગ કામ કરી રહી છે અને ચોરીના ગુનાને અંજામ આપી રહી છે જેના આધારે પોલીસે આજ રોજ મૂળ રાજ્સ્થાનનના સલુમ્બર જિલ્લાના વતની અને રાજકોટના નાના મવા રોડ પર લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે પાંચેય આરોપીની પુછપરછ કરતા પોતે તેમના નામ પ્રભુલાલ મીણા, બંસીલાલ મીણા, કાનુરામ ઉર્ફે કાન્તિ મીણા, ગોપાલ ઉર્ફે ભૂપેશ મીણા અને પવન મીણા જણાવ્યું હતું. આરોપીઓની વધુ પુછપરછ કરતા તેઓ છેલ્લા એક મહિનાથી રાજકોટ આવી ચોરીને અંજામ આપી અત્યાર સુધીમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 3 જગ્યાએ અને યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે. આ ઉપરાંત આરોપીઓએ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ઘરોમાં મળી કુલ 21.60 લાખ અને યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12.63 લાખની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી આમ કુલ 34 લાખથી વધુની ચોરીના ગુનામાં પોલીસે 31 લાખનો મુદામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. 

શું હતી મોડેસ ઓપરેન્ડી.?
પોલીસના જણાવ્યા મુજબ આરોપી પ્રભુદાસ સવજીભાઈ મીણા મૂળ રાજસ્થાનનો વતની છે પોતે છેલ્લા 17 વર્ષથી રાજકોટ શહેરમાં રહે છે. આરોપી પ્રભુદાસ દિવાળીના તહેવારને અનુલક્ષી રાજકોટ શહેરના પોષ વિસ્તારમાં ફરી કલરકામ તેમજ ઘર સાફ સફાઈ કરવા માટે કામ રાખતો હતો અને રાજસ્થાન પોતાના ગામથી મજૂરો બોલાવી સાથે મળી સાફ સફાઈ અથવા કલરકામ જે મળે તે કરવા માત્ર જતા હતા દરમિયાન મકાનમાં માલિકની નજર ચૂકવી જો કોઈ કબાટમાં રોકડ રકમ પડેલી હોવાનું જણાય તો તેમાંથી થોડી રકમ ચોરી કરી લેતા હતા અને બાકીની રકમ રહેવા દેતા હતા જેથી મકાન માલિકને જ્યાં સુધી રૂપિયા ગણે ન કરે ત્યાં સુધી રકમ ચોરી થયાની જાણ ન થાય. 

તેઓએ ચાર જગ્યાએ મળી 34 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે લોકોને ખાસ અપીલ છે કે ઘર કોઈ કામ કરવા આવ તો તેમના પર વોચ રાખવું અને રોકડ રકમ કે કિંમતી ચીજ વસ્તુઓ લોકરમાં અથવા કબાટમાં લોક કરી સાચવીને રાખવી જોઈએ. પોલીસ તપાસમાં આરોપીઓ કેટલા ખુલાસા કરે છે તે જોવું રહ્યું.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked