Published By galaxy news
Oct. 22, 2024, 4:15 p.m.

આજે શરદ પૂર્ણિમા, જાણો ખીરનું મહત્વ, શુભ સમય અને પૂજાની રીત વિશે

Sharad Purnima Significance : હિંદુ ધર્મમાં આસો મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે શરદ પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર તેના તમામ 16 કલાએ ખીલ્યો હોય છે. આવો જાણીએ આ દિવસના મહત્વ વિશે.

Sharad Purnima 2024 : શરદ પૂર્ણિમા એ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તિથિ છે, જે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તેને કોજાગરી પૂર્ણિમા અથવા ‘રાસ પૂર્ણિમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને આ દિવસે પૂજા કરનારની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ દિવસે ચંદ્ર તેના પૂર્ણ સ્વરૂપમાં હોય છે અને તેના કિરણોમાં વિશેષ ઔષધીય ગુણ હોય છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો અમૃત સમાન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

શરદ પૂર્ણિમા તિથિ (Sharad Purnima Tithi )

પંચાંગ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબર, બુધવારે રાત્રે 08:41 કલાકે શરૂ થશે. તે બીજા દિવસે ગુરુવાર, 17 ઓક્ટોબરે સાંજે 04:53 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં શરદ પૂર્ણિમાનો તહેવાર 16 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked