Published By galaxy news
Oct. 22, 2024, 4:14 p.m.

રબર જેવું શરીર, નાનકડી લોખંડની જાળી, ચોરી કરવા માટે ચોરે અપનાવ્યો જુગાડ, જુઓ Viral Video

Viral Video : સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો આપણી નજર સામેથી જતા હોય છે. તેમાં પણ ઘણા વીડિયો આપણને આશ્ચર્ય પમાડે તેવા હોય છે. આવા જ જુગાડનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને આપણને એવું લાગે કે આના વખાણ કરવા કે તેના પર ગુસ્સો કરવો?

 
 

Viral Video : આખી દુનિયામાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી. કેટલાક લોકોની અંદર એટલી ટેલેન્ટ ભરેલી હોય છે કે જોનારાને પણ દાંત નીચે આંગળી દબાવવાની ફરજ પડે છે. ખાસ કરીને જ્યારે જુગાડ દ્વારા એવી વસ્તુ બનાવવામાં આવે છે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે, ત્યારે પરિણામ જોવાની મજા આવે છે. હાલના દિવસોમાં પણ આવા જ જુગાડનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને આપણને એવું લાગે કે આના વખાણ કરવા કે તેના પર ગુસ્સો કરવો?

જાળીમાંથી નીકળવામાં સફળતા મેળવે છે

ચોરી કરવા માટે એક ચોર ઘર કે દુકાનની બારીમાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે. પહેલી નજરે તો તેનું શરીર જોઈને એવું લાગે છે કે આ માણસ લોખંડની જાળીમાંથી નહીં નીકળી શકે. આગળ વીડિયો જોતા જોવા મળે છે કે આ માણસ ગમે તેમ કરીને લોખંડની જાળીમાંથી નીકળવામાં સફળતા મેળવે છે. અંદરથી મોબાઈલ જેવી કોઈ વસ્તુ ઉઠાવીને ચાલ્યો જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked