Business News Published By nccs news Oct. 22, 2024, 3:51 p.m.
ભારત સરકારને મોટો નફો કમાઈ આપતી NBCC કંપનીનો શેર કેમ ઘટી રહ્યો છે ? હજુ ઘટશે કે વધશે ?
ભારત સરકારની સૌથી સફળ કંપનીઓ પૈકીની એક NBCCમાં એન્ટ્રી કરવાની સુવર્ણ તક છે. કારણ કે આ શેરનો ભાવ ઘટી રહ્યો છે. હવે વધુ એક કે બે દિવસ તે કોન્સોલિડેશન ફેઝ અથવા પ્રોફિટ બુકિંગમાં રહેશે. પરંતુ લાંબા ગાળા માટે તેને ખરીદવો ફાયદાકારક રહેશે.
ભારત સરકારની સૌથી સફળ કંપનીઓ પૈકીની એક NBCCમાં એન્ટ્રી કરવાની સુવર્ણ તક છે. કારણ કે બોનસ મળ્યા બાદ લોકો પ્રોફિટ બુક કરી રહ્યા છે. તેથી તેનો ભાવ ઘટી રહ્યો છે.
1 / 7
હવે વધુ એક કે બે દિવસ તે કોન્સોલિડેશન ફેઝ અથવા પ્રોફિટ બુકિંગમાં રહેશે. લાંબા ગાળા માટે તેને ખરીદવો ફાયદાકારક રહેશે.
2 / 7
NBCCના કુલ 15 લાખથી વધુ શેરહોલ્ડર છે, જે 2022માં 5.50 લાખ હતા એટલે કે 2 વર્ષમાં લગભગ ત્રણ ગણા વધ્યા છે.
3 / 7
કંપની પર માત્ર 63 લાખ રૂપિયાનું દેવું છે, પરંતુ તેની સામે રિઝર્વ એમાઉન્ટ રૂપિયા 2,000 કરોડથી પણ વધુ છે. એટલે કે કંપની પર દેવું નહિવત છે.
4 / 7
દેશમાં વધી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને ધ્યાનમાં રાખીને તેની વૃદ્ધિ નિશ્ચિત છે. આ ઉપરાંત તેના પાસે હાલ રૂ. 55 હજારથી વધુ કિંમતના ઓર્ડર છે, જેનો અર્થ છે કે એકવાર ઓર્ડર પૂરો થઈ જાય તે પછી તેને મોટો નફો મળવાની ખાતરી છે.
5 / 7
એક તરફ NBCC લિમિટેડની ઓર્ડર બુક મજબૂત થઈ રહી છે, તો બીજી તરફ શેરની કિંમત ઘટી રહી છે. કંપનીનો શેર 22 ઓક્ટોબરના રોજ બપોરના 2.54 વાગ્યે શેર 5.10 ટકાના ઘટાડા સાથે રૂપિયા 97.35 પર પહોંચ્યો છે.
6 / 7
NBCC લિમિટેડ કંપનીના શેરે છેલ્લા 6 મહિનામાં 16.63 ટકા વળતર આપ્યું છે. શેરે છેલ્લા એક વર્ષમાં 133.49 ટકા વળતર આપ્યું છે. તો છેલ્લા પાંચ વર્ષમાં શેરે 338.26 ટકા વળતર આપ્યું છે. નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Share with :
Leave a Comment
Your email address will not be published. Required fields are marked
Leave a Comment
Your email address will not be published. Required fields are marked