Published By Bhadresh Mistry
Oct. 22, 2024, 2:52 p.m.

પાપડ-મઠિયા અને ચોળાફળીએ ગુજરાતના ગામને કરી દીધું વર્લ્ડ ફેમસ, ડોલરમાં થાય છે કમાણી

ગુજરાતનું એક એવું ગામ જ્યાં રૂપિયા નહીં લોકો ડોલરમાં કરે છે કમાણી! વર્લ્ડ ફેમસ છે અહીંના પાપડ-મઠિયા અને ચોળાફળી...ગામમાં 20થી વધુ નાની-મોટી પાપડ-મઠિયાની ફેક્ટરીઓ આવેલી છે. જેમાંથી સૌથી વધુ મહિલાઓને રોજગારી આપવામાં આવે છે. 

નચિકેત મહેતા, ખેડા: દિવાળીના સમયમાં ગુજરાતના ચરોતરમાં આવેલું ઉત્તરસંડા ગામ પાપડ અને મઠીયા ના વેપારને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગામના મોટા ભાગના લોકો પાપડ-મઠિયાં સહિતના વેપાર સાથે જોડાયેલા છે. ગામમાં પાપડ, મઠીયા અને ચોળાફળીની 20 થી વધુ નાની મોટી ફેકટરીઓ આવેલી છે. જેમાં સૌથી વધારે મહિલાઓ ને રોજગારી મળે છે. દિવાળીના સમયમાં આ ગામ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. ગામની જે ફેક્ટરી ની વાત કરીએ તો જે મહિલાઓ કામ કરે છે તે ઉતરસંડા અને આસપાસના જે વિસ્તારોની જ મહિલાઓ કામ કરતી હોય છે. અને ઉધરસંડા ગામમાં જ કામ મળી રહે અને કોઈપણ મહિલાને બહારગામ ન કરવું પડે તે સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે સ્ત્રી સશક્તિકરણ ( women empowerment) તેને આ ગામ સાર્થક કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે.

આ ગામ વિશે એવું પણ કહેવાય છે કે અહીંના લોકોની કમાણી રૂપિયામાં નહીં, પરંતુ ડોલર અને પાઉન્ડમાં થાય છે. કારણ કે દેશ કરતાં વિદેશી ગ્રાહકોની સંખ્યા વધારે જોવા મળે છે. વેપારીઓ મોટા પ્રમાણમાં પાપડ-મઠિયાં , ચોરાફળી સહિતની વસ્તુઓ વિદેશમાં એક્સપોર્ટ કરે છે. ઉત્તરસંડા ગામમાં મોટા ભાગના લોકો પાપડ-મઠિયાંના વેપાર સાથે જોડાયેલા છે. ગામમાં ઘણી ફેક્ટરી-કારખાનાં આવેલાં છે. અહીં એક ફેક્ટરીમાં અંદાજે 90 થી 100 મહિલાઓ અને પુરુષ કામ કરે છે. જેમાં મહિલાઓ ની સંખ્યા સૌથી વધારે હોય છે. ગામના મોટા ભાગના લોકોની રોજગારી આ ધંધા સાથે જોડાયેલી છે. કેટલાક લોકો અહીં કામ કરી અને અહીંથી જ પાપડ-મઠિયાં-ચોળાફળી લઈ જઈ બજારમાં વેચી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. માત્ર દેશમાં જ નહી પણ વિદેશમાં પણ બધાને ભાવતા પાપડ, મઠીયાનું વેચાણ આમ તો બારેમાસ ચાલતુ હોય છે. પરંતુ દિવાળી સમયે વેચાણ બમણું થઇ જાય છે
 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked