Published By Azhar Patangwala
Oct. 22, 2024, 2:50 p.m.

વડોદરામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, પોલીસ-દારૂડિયા વચ્ચે દિલધડક રેસ, અકસ્માત બાદ ધાર્યા કરતાં ઊંધું નીકળ્યું

વડોદરા: વડોદરાના ખોડિયારનગર પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અહીં ચોર સમજીને પોલીસે પીછો કર્યો તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે ચોર સમજીને જે કારનો પીછો કર્યો હતો એમાં ચોર નહીં પરંતુ દારૂડિયા હતા. પોલીસ અને દારૂડિયા વચ્ચે દિલધડક રેસના CCTV સામે આવ્યા છે.

ચોર ટોળકી કારમાં હોવાની આશંકાએ પીછો કર્યો હતો. આ દરમિયાન પૂરઝડપે જતી કાર સર્વિસ સ્ટેશનમાં ઘૂસી અને અકસ્માત સર્જાયા હતો. કારે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો.

વારસિયા પોલીસે ઇકો કારમાં સવાર બે લોકોની ધરપકડ કરી છે. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.

પોલીસ તપાસમાં ઈકો વાનમાં ચોર ટોળકી ન હોવાનું સામે આવ્યું છે. પોલીસ પકડશે તેવા ડરથી ઇકો વાન દોડાવી હતી. બંને શખ્સો સામે અકસ્માત અને પ્રોહીબિશનનો ગુનો દાખલ કરાયો છે

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked