કેનાડાની કથની અને કરણીમાં ફેર, ક્રિકેટ બાબતે પાકિસ્તાનમાં કોઈ ચર્ચા નહીં
ભારત-કેનેડા વિવાદ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેનેડા સરકારે ગત સપ્ટેમ્બર 2023થી આપણી સાથે કોઈ જ માહિતી શેર કરી નથી. તેમની કથની અને કરણીમાં બહુ ફરક છે. કેનેડાએ ગંભીર આરોપ લગાવ્યા છે. પરંતુ હજુ સુધી તેને લગતા કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી.
વિદેશ મંત્રાલયે આજે ગુરુવારે, ભારત-કેનેડા તણાવ, વિદેશ મંત્રી એસ જયશંકરની પાકિસ્તાન મુલાકાત અને પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ જેવી બાબતો પર મોટી જાણકારી આપી હતી. મંત્રાલયે કહ્યું કે, કેનેડાની સરકારે ગત સપ્ટેમ્બર 2023 થી આપણી સાથે કોઈ જ માહિતી શેર કરી નથી. તેમની કથની અને કરણીમાં ફરક છે. કેનેડા સરકારના પગલાં રાજકીય દ્વેષ પ્રેરિત છે. પાકિસ્તાન સાથે ક્રિકેટને લઈને તેમણે કહ્યું કે, વિદેશ મંત્રી એસ જયશંકરની પાકિસ્તાન મુલાકાત દરમિયાન આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. મંત્રાલયે બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાના ભારતમાં રોકાણ અંગે પણ માહિતી આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે કહ્યું કે, અમે કેનેડાના આરોપોને લઈને અમારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. છેલ્લા બે દિવસમાં અનેક નિવેદનો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમારી સ્થિતિ એકદમ સ્પષ્ટ છે કે, કેનેડા સરકારે ગત સપ્ટેમ્બર 2023થી આપણી સાથે કોઈ માહિતી શેર કરી નથી. ગઈકાલે તપાસ બાદ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. કેનેડાએ આમાં ગંભીર આરોપ લગાવ્યા છે. પરંતુ હજુ સુધી તેના કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી.
કથની અને કરણીમાં ફરક
તેમણે કહ્યું કે અમે અમારા રાજદ્વારીઓ પરના ખોટા આરોપોને ફગાવીએ છીએ. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ભલે કહેતા હોય કે તેઓ વન ઈન્ડિયા પોલિસીમાં માને છે, પરંતુ કેનેડામાં જે રીતે ભારત વિરોધી લોકોને સમર્થન મળ્યું છે તેના પરથી તેમની કથની અને કરણી વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાય છે. ભારતે હજુ સુધી કેનેડા મુદ્દે સહયોગી દેશો (અમેરિકા, બ્રિટન અને અન્ય) સાથે કોઈ વાતચીત કરી નથી.
Leave a Comment
Your email address will not be published. Required fields are marked