Published By None
Oct. 22, 2024, 3:16 p.m.

કરણી સેનાએ લોરેન્સ બિશ્નોઈને આપી હત્યાની ધમકી, એક કરોડ 11 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર

Karni Sena Announce Prize For Lawrence Encounter: ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. રાજ શેખાવતે કહ્યું કે, જે પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એનકાઉન્ટર કરશે, તેને રૂ. 1,11,11,111નું ઈનામ કરણી સેના તરફથી આપવામાં આવશે. રાજ શેખાવતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

કરણી સેનાએ કેમ આપી ધમકી?

આ વાયરલ વીડિયોમાં રાજ શેખાવતે જણાવ્યું કે, મને ફક્ત એટલી ખબર છે કે, આપણી ધરોહર પરમ આદરણીય અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા લોરેન્સ બિશ્નોઈએ કરી હતી. જે પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એનકાઉન્ટર કરશે તેને કરણી સેના તરફથી ઈનામ પેટે 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયા આપવામાં આવશે. તેમજ તે બહાદુર પોલીસના પરિવારની સુરક્ષા અને સંપૂર્ણ વ્યવસ્થાઓનું દાયિત્વ પણ અમારૂ રહેશે. 

ગતવર્ષે 5 ડિસેમ્બરે સુખદેવ સિહં ગોગામેડીની તેમના ઘરે જ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ શેખાવતને પણ ગેંગના અમુક સાગરિતો તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

બાબા સિદ્દિકીની કરી હત્યા

એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી પણ બિશ્નોઈ ગેંગે લીધી છે. ગેંગેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, સલમાન ખાનના સમર્થનમાં ઉભેલા તમામ લોકોએ આ અંજામ ભોગવવો પડશે.

કેમ સલમાન ખાન પાછળ પડ્યો બિશ્નોઈ

1998માં હમ સાથ સાથ હૈ ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાને કાળા હરણનો શિકાર કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો. આ મામલો કોર્ટમાં વર્ષો સુધી ચાલ્યો અને અંતે ખાનને નિર્દોષ જાહેર કરાયો હતો. પરંતુ બિશ્નોઈ સમાજ પશુઓની ભગવાનની જેમ પૂજા કરે છે. જેથી સલમાન ખાનને પોતાની ભૂલ માટે માફી માગવા કહ્યું છે, અને જો માફી નહીં માગે તો ખરાબ પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked