Published By Cyclone DANA
Oct. 22, 2024, 3:07 p.m.

દરિયાઈ રાક્ષસ DANA જાગી ગયો! પાણીમાં વિસ્તાર ડૂબી જશે, આ તારીખોની આવી ભયંકર આગાહી

બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાત બની રહ્યું છે. દિવાળી કોરી જાય તેવી સંભાવના ઓછી છે. હવામાનમાં ફેરફારો ભારતને પણ અસર કરી રહ્યાં છે. હાલમાં દક્ષિણ ભારતના શહેરો વરસાદનો ભોગ બન્યા છે. ફરી દાના ચક્રવાત તબાહી મચાવવા આવી રહ્યું છે. 

American and European weather models: દિવાળીના તહેવારો કોરા જાય તેવી સંભાવના નથી. અમેરિકન અને યુરોપિયન વેધર મોડલ્સે જણાવ્યું કે ચક્રવાત દાના (Cyclone Dana)24 થી 26 ઓક્ટોબરની વચ્ચે ભારતના પૂર્વ કિનારે ટકરાશે. દક્ષિણ ભારતમાં અવિરત વરસાદથી ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. બેંગલુરુ, ચેન્નાઈ અને ઘણા શહેરોમાં પૂરથી લોકો પરેશાન છે. રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સ્થિતિ વધુ વિકટ છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં વધુ વરસાદની શક્યતા છે. આ સમયે દિલ્હી અને ઉત્તર ભારતમાં પણ હવામાનમાં પલટો આવવા લાગ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ અસર ચાલુ થઈ ગઈ છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે.   

 

 

2/8
image

Cyclone DANA: દરિયાઈ રાક્ષસ ફરી જાગી રહ્યો છે. આ વખતે તેનું નામ દાના છે. ચક્રવાત દાનાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે (Meteorological Department) કહ્યું કે દક્ષિણ પશ્ચિમ બંગાળથી લઈને દક્ષિણ ભારતમાં મુશળધાર વરસાદ (heavy rains) થઈ શકે છે. આ ચક્રવાત 24 થી 26 ઓક્ટોબરની વચ્ચે દરિયાકાંઠે ટકરાઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર આનાથી સૌથી વધુ પ્રભાવિત થવાના છે.

 

 

3/8
image

સતત વરસાદને કારણે દ્વીપકલ્પીય ભારતની સ્થિતિ ખરાબ છે. ચેન્નાઈથી બેંગલુરુ અને પોંડિચેરીથી તિરુવનંતપુરમ સુધી વરસાદ પડી રહ્યો છે. પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને ફ્લાયઓવર પર કાર પાર્ક કરવાની ફરજ પડી હતી. આગામી 2 થી 3 દિવસમાં ઉત્તરી તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked