Published By Viral Raval
Oct. 22, 2024, 3:05 p.m.

'ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ', 7 લોકોના જીવ ગયા

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ફરી માથું ઉચકી રહ્યો છે. તેને કચડવા માટે સેના અને સુરક્ષાદળો અનેક મોરચે કામ કરી રહ્યા છે. લેટેસ્ટ માહિતી મુજબ કાશ્મીરના બારામુલ્લામાં ભયાનક યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો સાથે એક આતંકી માર્યો ગયો અને બીજી બાજુ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓએ ગાંદરબલમાં 7 લોકોની નિર્દયતાથી હત્યા કરી નાખી.

ગાંદરબલમાં આતંકીઓએ કર્યો હુમલો
આતંકી હુમલાનો સામનો કરનારા પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ હુમલામાં સાત  લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં એક સ્થાનિક ડોક્ટર પણ સામેલ છે. એટેકમાં 5 ટનલ વર્કર્સ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જેઓ શ્રીનગરના શેર એ કાશ્મીર ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં સારવાર હેઠળ છે. રાતે લગભગ 8.30 વાગે ભોજનનો સમય ચાલુ હતો. આથી ટનલ પર કામ કરતા કામદારો ખાવાનું ખાવા માટે મેસમાં ભેગા થયા હતા. ભોજનની તૈયારીઓ ચાલતી હતી ત્યાં અચાનક 3 હથિયારધારી આતંકીઓ પહોંચી ગયા અને ત્યાં હાજર વર્કર્સ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. કોઈ કઈ સમજે તે પહેલા આતંકીઓ વર્કર્સને નિશાન બનાવવાનું શરૂ કરી દીધુ. આ ફાયરિંગમાં બે ગાડીઓ પણ બળીને ખાખ થઈ ગઈ. 

યુપીની કંપની કરતી હતી કામ
આતંકીઓએ જે વર્કર્સ પર હુમલો કર્યો તે સોનમર્ગની ઝેડ મોડ સુરંગ પર કામ કરતી ટીમનો ભાગ હતા. આ ટનલ મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાની ગગનગીર ઘાટીને સોનમર્ગ સાથે જોડે છે. આ ટનલનું કામ યુપીની એપ્કો નામની કન્સ્ટ્ર્કશન કંપની કરી રહી છે. આ ટનલને 2025 સુધી પૂરી કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આથી અહીં જોરશોરથીકામ ચાલુ હતું. 

સૂત્રોનું કહેવું છે કે આ હુમલાને લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા સંગઠન ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ અંજામ આપ્યો છે અને ટેરર એટેકથી એવું લાગે છે કે આંકીઓ થોડા સમય પહેલા ઘૂસણખોરી કરીને ગુરેલથી થ ઈને ગાંદરબલ પહોંચ્યા હશે. આ આતંકીઓને એવું કહેવાયું હશે કે અહીં કન્સ્ટ્રકશન કંપનીના અનેક મજૂરો અને એન્જિનિયરો કામ કરે છે. 

સેનાનું ઓપરેશન ચાલુ
બીજી બાજુ કાશ્મીરના બારામુલ્લામાં ભયાનક યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો સાથે એક આતંકી માર્યો ગયો. સેનાના ઓફિસરોએ કહ્યું કે સંભવિત ઘૂસણખોરીની કોશિશ વિશે ગુપ્ત માહિતીના આધારે  #भारतीय सेना और @JmuKmrPolice દ્વારા ઉરીના બારામુલ્લાના સામાન્ય ક્ષેત્રમાં LOC પાસે ઘૂસણખોરીનું ઈનપુટ મળ્યું હતું. ત્યારબાદ અમે એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન શરૂ કર્યું. સતર્ક સૈનિકોએ સંદિગ્ધ ગતિવિધિ જોઈ અને આતંકીઓને પડકાર ફેંક્યો તો તેમણે અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેનો સૈનિકોએ જોરદાર જવાબ આપ્યો. 

ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે ટ્વીટ કરી કે સેના અને સુરક્ષાદળો અને જમ્મુ કાશ્મીર પોલીસની જોઈન્ટ ટીમે ભારે હથિયારોથી લેસ એક આતંકીને ઠાર કર્યો અને ઘટનાસ્થળેથી 01xAK રાઈફલ, 02xAK મેગેઝીન, 57xAK રાઉન્ડ્સ, 02x પિસ્તોલ, 03x પિસ્તોલ મેગેઝીન અને અન્ય યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો મળી આવ્યા. સર્ચ ઓપરેશન અનેક કલાકોથી ચાલુ છે 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked