Published By Viral Raval
Oct. 22, 2024, 3:04 p.m.

પીએમ મોદી આજથી રશિયાના પ્રવાસે, વિદેશ મંત્રીએ રશિયા અંગે આપ્યું મોટું નિવેદન

આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. તેઓ આજે રશિયા માટે રવાના થઈ ગયા છે. ચાલુ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ બીજી વખતનો રશિયા પ્રવાસ છે. રશિયાના પ્રવાસે રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવાર અને બુધવાર એમ બે દિવસ યોજાનારા 16માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રશિયાના પ્રવાસે છે. જ્યાં પીએમ મોદી રશિયાના કઝાન શહેરમાં યોજાનારા 16માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. ત્યારે શું છે બ્રિક્સ સંમેલન અને કેવી છે PM મોદીને આવકારવા માટેની તૈયારી જોઈએ તેના પર નજર ફેરવીએ અને આ પ્રવાસ પહેલા વિદેશમંત્રી એસ જયશંકરે શું કહ્યું તે પણ જાણીએ. 

આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. તેઓ આજે રશિયા માટે રવાના થઈ ગયા છે. ચાલુ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ બીજી વખતનો રશિયા પ્રવાસ છે. રશિયાના પ્રવાસે રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવાર અને બુધવાર એમ બે દિવસ યોજાનારા 16માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. બ્રિક્સ સમૂહનો વિસ્તાર થયા બાદ આ પહેલું સંમલેન રશિયાના કઝાન શહેરમાં યોજાઈ રહ્યું છે. આ પહેલા વર્ષ 2023માં દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સંમેલન મળ્યું હતુ. જે શિખર સંમેલનમાં મિસ્ર, ઈરાન, ઈથિયપિયા અને યૂએઈને બ્રિક્સની સદસ્યતા આપવા માટે રજૂઆત કરાઈ હતી.

The Prime Minister is also expected to hold bilateral… pic.twitter.com/D0If0sYKc2

— ANI (@ANI) October 22, 2024

આખી દુનિયા જાણે છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ખાસ મિત્રો છે. ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણને માન આપીને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. જ્યાં બે દિવસના રશિયાના પ્રવાસમાં પ્રધાનમંત્રી મોદી રશિયાની અધ્યક્ષતામાં આયોજિત 16માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે... 

શું કહ્યું વિદેશ મંત્રીએ
પીએમ મોદીના રવાના થતા પહેલા સોમવારે વિદેશમંત્રી ડો. એસ જયશંકરે દુનિયાને ભારત અને રશિયાની મિત્રતાનો સંદેશ પણ આપ્યો. જયશંકરે એક ટીવી ચેનલની ઈવેન્ટમાં કહ્યું કે રશિયાએ ક્યારેય ભારતના હિતો પર નકારાત્મક પ્રભાવ નાખ્યો નથી. વિદેશ મંત્રીના જણાવ્યાં મુજબ એવા બહુ ઓછા દેશો છે જેમના વિશે તમે આમ કહી શકો. 

તેમણે કહ્યું કે જો તમે આઝાદી બાદ રશિયા સાથેના આપણા ઈતિહાસને જુઓ તો હું કહી શકું કે રશિયાએ ક્યારેય આપણા હિતોને નકારાત્મક રીતે પ્રભાવિત કરનારું કશું કર્યું નથી. એવા બહુ ઓછા દેશો છે તેમના વિશે આમ કહી શકાય. આજે રશિયાની સ્થિતિ અલગ છે. મને લાગે છે કે રશિયાના પશ્ચિમના દશો સાથે સંબંધ સ્પષ્ટ રીતે ખરાબ થયા છે. આથી આપણી પાસે એક એવું રશિયા છે જે એશિયા તરફ વધુ વળી રહ્યું છે. 
મહત્વનું છે કે કઝાન શહેરમાં આયોજિત 16માં બ્રિકસ સંમેલનમાં 24 દેશના નેતાઓ અને કુલ 32 દેશના પ્રતિનિધિ મંડળ ભાગ લેવાના છે. એટલે કે રશિયામાં આયોજિત આ વખતનું બ્રિક્સ સંમેલન વિદેશ નીતિ માટેનો સૌથી મોટો કાર્યક્રમ બની રહેશે. 
 
પ્રધાનમંત્રી મોદીના રશિયાના બે દિવસીય પ્રવાસની વાત કરીએ તો, કઝાન શહેરમાં 22-23 ઓક્ટોબરે બ્રિક્સ સંમેલન યોજાશે. જ્યાં પ્રધાનમંત્રી મોદી 16માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. એટલું જ નહીં રશિયા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી વિવિધ દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. બ્રિક્સ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભાગ લેશે. પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ શકે છે. તો આ ઉપરાંત PM મોદી અને પુતિનની પણ મુલાકાતની શક્યતાઓ છે. 

આ વખતે રશિયાના કઝાન શહેરમાં 16માં બ્રિક્સ સંમેલનનું આયોજન કરાયું છે. ત્યારે આ બ્રિક્સ સંમેલન શું છે તેની વાત કરીએ તો, BRICS એ વિશ્વની પાંચ સૌથી ઝડપી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. BRICS એટલે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા BRICSનો દરેક અક્ષર દરેક દેશનું પ્રતિનિધિત્વ કરે છે. પહેલાં RIC હતું, જેમાં રશિયા, ભારત અને ચીન હતા.RICની પહેલી બેઠક વર્ષ 1990ના દાયકામાં મળી હતી. 2009માં RICમાં બ્રાઝિલ જોડાયું, જે બાદ BRIC બન્યું. છેલ્લે 2010માં દક્ષિણ આફ્રિકા જોડાતા, BRICS નામ પડ્યું. વિશ્વની વિદેશ નીતિમાં અમેરિકાના વર્ચસ્વને પડકારવા માટે સંગઠન બન્યું. આજે BRICS વિશ્વનું ત્રીજું શક્તિશાળી સંગઠન બની ગયું છે

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked