આને કહેવાય મોતને હાથતાળી આપવી ! તમે એકલા હોવ અને સામે દુશ્મનોનું ટોળું હોય તો, કેવી રીતે બચાવવો જીવ, જુઓ Video
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો, કે આ વ્યક્તિ દોડતો દોડતો એક દિવાલ પાસે આવે છે, પછી તેનું ટી-શર્ટ ઉતારીને ફેંકી દે છે અને દિવાલ અડીને ઉંધા ફરીને જમીન પર ઉંઘી જાય છે, પાછળથી 4-5 લોકો તેને શોધતા આવે છે, આમ તેમ તેને શોધે છે, પરંતુ તે દેખાતો નથી.
સોશિયલ મીડિયા પર અવારનવાર મજેદાર વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જે તમને મુશ્કેલીના સમયમાં તમે એકલા હોવ તો કેવી રીતે બચવું તેનો ઉપાય સૂચવે છે. વીડિયોમાં જોઈ શકાય છે, એક વ્યક્તિ દોડી રહ્યો છે અને તેને મારવા પાછળ કેટલાક શખ્સો પડ્યા છે. ત્યારે આ વ્યક્તિ માટે આટલા લોકો સામે લડવું મુશ્કેલ હોવાથી, તે એક યુક્તિ વિચારે છે, જેનાથી તે સરળતાથી તેનો જીવ બચાવી શકે છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો, કે આ વ્યક્તિ દોડતો દોડતો એક દિવાલ પાસે આવે છે, પછી તેનું ટી-શર્ટ ઉતારીને ફેંકી દે છે અને દિવાલ અડીને ઉંધા ફરીને જમીન પર ઉંઘી જાય છે, પાછળથી 4-5 લોકો તેને શોધતા આવે છે, આમ તેમ તેને શોધે છે, પરંતુ તે દેખાતો નથી. તેમની નજર સામે હોવા છતાં આ લોકો તેને જોઈ શકતા નથી અને તેનો જીવ બચી જાય છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નાની પણ સમજદારીપૂર્વકની આ યુક્તિ તેનો જીવ બચાવી લે છે એટલે કે મોત સામે હતું છતાં ડર્યા વગર તેણે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાનો જીવ બચાવ્યો.
Leave a Comment
Your email address will not be published. Required fields are marked